અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોવાનો મુસાફરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ કરતાં પણ અહીં VIP પાર્કિગના ચાર્જ વધારો હોવાનું સામે આવ્યું છે. મુસાફરોએ પાર્કિંગના ચાર્જમાં ઘટાડો કરવાની માગ કરી છે. બીજી તરફ સ્ટેશન પર ટેક્સી ચાલકો માટે કોઈ વ્યવસ્થા નહીં હોવાનો પણ આક્ષેપ કરાયો છે.


VIP પાર્કિંગના નામે પાર્કિંગના કોન્ટ્રાક્ટરની લૂંટ

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પાર્કિંગના નામે લૂંટ કરવામાં આવતી હોવાનો મુસાફરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. VIP પાર્કિંગના નામે કોન્ટ્રાક્ટરો લૂંટ કરી રહ્યાં છે તેવુ મુસાફરો જણાવી રહ્યાં છે. કાર પાર્કિંગનો ચાર્જ અમદાવાદ એરપોર્ટ કરતાં પણ વધુ હોવાનું જાણવા મળ્યું છે. કાલુપુર રેલવે સ્ટેશન પર વીઆઈપી પાર્કિંગમાં 12 કલાક પાર્કિંગના 900 અને 24 કલાકના 2100 રૂપિયા વસૂલવામાં આવી રહ્યાં છે.

કાર પાર્કિંગનો ચાર્જ અમદાવાદ એરપોર્ટ કરતા વધારે

આ ઉપરાંત પ્રથમ છ કલાક માટે પાર્કિંગના પ્રતિ કલાક 50 રૂપિયા અને છ કલાક પૂર્ણ થયા બાદ પ્રતિ કલાક 100 રૂપિયા વસૂલવામાં આવી રહ્યાં છે. મુસાફરોનું કહેવું છે કે, વીઆઈપી પાર્કિંગમાં ઘાટ કરતાં ઘડામણ મોંઘું છે. કોન્ટ્રાક્ટર દ્વારા પાર્કિંગના ચાર્જમાં ઘટાડો કરાય તેવી અમારી માગ છે. પાર્કિગ એજન્સીનું કહેવું છે કે, VIP પાર્કિંગ માત્ર પિક અપ અને ડ્રોપ માટે જ છે. અહીં મુસાફરો વધુ સમય માટે કાર પાર્ક કરતા નથી.


આ પણ વાંચોઃ Vadodara News: પાદરામાં સફાઈ કર્મીઓએ કાયમી ભરતીની માગ કરી, ચીફ ઓફિસર ઓફિસ છોડીને જતા રહ્યા હોવાનો આક્ષેપ


  • Follow us on: