વડોદરાના પાદરામાં સફાઈ કામદારોએ લઘુત્તમ વેતન અને બોનસ સહિત કાયમી ભરતીની માગ સાથે રેલી યોજી હતી. સફાઈકર્મીઓએ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની માગ કરી હતી. સફાઈ કર્મીઓ રેલી કરીને નગર પાલિકા પહોંચે તે પહેલા જ ચીફ ઓફિસર ઓફિસ છોડીને જતા રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભારે સુત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી.


ચીફ ઓફિસર ઓફિસ છોડીને જતા રહ્યા હોવાનો આક્ષેપ

વડોદરાના પાદરામાં સફાઈકર્મીઓએ લઘુત્તમ વેતન અને બાનસ સહિત કાયમી ભરતીની માગ સાથે રસ્તા પર ભારે સુત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. તેમણે પાદરા નગર પાલિકા સામે ભરતી અટકાવવાનો આક્ષેપ કર્યો હતો. રેલી દરમિયાન સુત્રોચ્ચાર કરી રહેલા સફાઈ કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની માગ કરી હતી. તેમણે રજૂઆત કરવા સમયે જ ચીફ ઓફિસર ઓફિસ છોડીને જતા રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

નગર પાલિકામાં જઈને પણ ભારે સુત્રોચ્ચાર કર્યા

હમારી માંગે પુરો કરો જેવા સુત્રોચ્ચાર સાથે સફાઈ કર્મીઓએ નગર પાલિકા સામે રેલી યોજી હતી. નગર પાલિકામાં જઈને પણ ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં. જો માગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.


આ પણ વાંચોઃ Gujarat Weather News: 7મી ડિસેમ્બર સુધી ઠંડીનું પ્રમાણ સામાન્ય રહેશે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની અસર વર્તાશે



  • Follow us on: