વડોદરામાં રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિને લઈને રોષ ફેલાયો છે. સમન્વય સ્પેન્ડિડ સોસાયટીના લોકોએ મનપામાં મોરચો માંડ્યો છે. નિયમ વિરૂદ્ધ કોમર્શિયલ પ્રવૃત્તિ ચલાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એક વ્યક્તિ કેટલાક ફ્લેટ રાખી હોટેલ બનાવ્યાનો આક્ષેપ કરાયો છે. ઓનલાઈન બુકિંગ કરી વિદેશીઓને ભાડે આપવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા માટે મનપામાં રજૂઆત કરાઈ છે.


એક વ્યક્તિ કેટલાક ફ્લેટ રાખી હોટલ બનાવ્યાનો આક્ષેપ

વડોદરા શહેરના વોર્ડ નંબર નવના વિસ્તારના નાગરિકોએ કોર્પોરેશનમાં મોરચો માંડ્યો છે. વોર્ડ નંબર 9 સેવાસી વિસ્તારમાં સમન્વય સ્પેન્ડિન્ડ સોસાયટી છે. જેમાં હોટલ જેવી કોમર્શિયલ પ્રવૃત્તિ ધમધમતી હોવાના રહીશોએ આક્ષેપ કર્યો છે. આ સોસાયટીમાં 142 ફ્લેટ પૈકી એક વ્યક્તિએ ફ્લેટો વેચાણ રાખીને નિયમ વિરૂદ્ધ હોટેલ બનાવી દીધી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ વ્યક્તિ દ્વારા ઓનલાઈન બુકિંગ કરી નાઈઝિરીયા સહિતના દેશોના રહીશોને રહેવા માટે ફ્લેટ આપતો હોવાનો આક્ષેપ કરાયો છે.

ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા માટે મનપામાં રજૂઆત

રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે ગેરકાયદેસર હોટેલ બનાવીને વિદેશી લોકોને રહેવા આપતા સ્થાનિક મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા હોવાની મહાનગર પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશ્નરને રહિશોએ વહેલી તકે આ કોમર્શિયલ પ્રવૃત્તિ બંધ કરાવવા અપીલ કરી છે. જો પગલાં ભરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ રહિશો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 


આ પણ વાંચોઃ Surat News: શહેરમાં નિવૃત્ત પોલીસ કર્મીનો પુત્ર વ્યાજખોર બન્યો, 90 હજારની સામે 1.73 લાખ પડાવ્યા છતાં ધરાયો નહીં


  • Follow us on: