અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ ઘણા સમયથી વિવાદના કેન્દ્રમાં છે. મણીનગર ખાતે આવેલ સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની શાળા કેમ્પસમાં જ હત્યા થઈ હતી. સમગ્ર ઘટનાથી શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના બાદ સેવન્થ ડે સ્કૂલને તાળા લાગ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખતા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન વિદ્યાર્થીઓ માટે લાંબા સમય સુધી આ રીતે અભ્યાસ શક્ય ના હોવાથી વાલીઓ દ્વારા શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં માગ કરવામાં આવી છે.


શાળામાં સુવિધાનો અભાવ મુદ્દે વાલીઓમાં રોષ

મણીનગરમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. જેના બાદ ઉગ્ર બનેલ ટોળાએ શાળાની બારીઓ અને દરવાજાને નુકસાન પહોંચાડયું હતું. ખાસ્સો સમય વીત્યા બાદ શાળા સંચાલકો તરફથી રિપેરિંગ મામલે કોઈ કામગીરી હાથ ધરાઈ નહી. તેમજ મેનજમેન્ટ દ્વારા પણ શાળામાં નુકસાન થયેલ વસ્તુનું સમારકામ ના કરાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. શાળા સંચાલકોની બેદરકારીનો ભોગ વાલીઓ બની રહ્યા છે. એક મહિનો વિતવા છતાં શાળામાં સુવિધાનો અભાવને લઈને વાલીઓ DEOને ફરીયાદ કરી.

DEO કચેરીએ વાલીઓના ધામા

DEO કચેરીએ વાલીઓએ ધામા નાખ્યા. DEO સમક્ષ વાલીઓએ શાળાની બેદરકારી જણાવી. ફરિયાદ કરતા કહ્યું કે શાળા એ હજુ સુધી કોઈ વ્યવસ્થા નથી કરી. કોલેજ અને સ્કૂલ વચ્ચે કોઈ દીવાલ નથી. શાળાએ તૂટેલા કાચનું પણ સમારકામ નથી કર્યુ. આ સિવાય વાલીઓએ સેવન્થ ડે સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ શરુ કરવા અને કોલેજ માટે અલગ ગેટ કરવાની રજૂઆત રજૂઆત કરી. વાલીઓએ ગાંધીગીરી અપનાવતા એક ગુલાબ આપી શાળામાં પુનઃરાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ થાય માટે DEOને આવેદન આપ્યું. 'આ ઘટનામાં પાડાના વાંકે પખાલી જેવો ઘાટ છે' દોષ કોઈનો અને સજા વિદ્યાર્થીઓને. હવે શું ઉકેલ આવશે તે આગામી સમય કહેશે.

  • Follow us on: