અમદાવાદની અગ્રગણ્ય ઝાયડસ હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ગુજરાતમાં પ્રખ્યાત અને મોટું નામ ધરાવતી આ હોસ્પિટલે 3 વર્ષમાં 250થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ કર્યા છે. જે સમગ્ર ગુજરાત અને દેશ માટે આશા અને વિશ્વાસના નવા એકમી સ્થાપિત કરે છે. જો કે હાલની લાઈફ સ્ટાઈલમાં લીવરના રોગો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે.


અનેક દર્દીઓને લીવર ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવજીવન મળ્યું

નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ તેને લગતી બીમારીઓ વધી રહી છે. કારણો ઘણા બધા છે તો તેની સામે આ હોસ્પિટલ લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ હેઠળ લીવરને લગતાં રોગો સામે મજબુતાઈથી દર્દીઓની લીવર હેલ્થનું ધ્યાન રાખી રહી છે. ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પાયોનિયર ડૉ. આનંદ ખખ્ખરની આગેવાની હેઠળની નિષ્ણાત ટીમના ડૉ. યશ પટેલ, ડૉ. મયુર પટેલ, ક્રિટિકલ કેર ટીમના ડૉ. હિમાંશુ શર્મા તેમજ સિનિયર એનેસ્થેટિસ્ટ અને લીડ ડૉ. મીતા અગ્રવાલ, ડૉ. પરાગસિંહ ગોહિલ તથા તેમની ટીમના સંયુક્ત પ્રયત્નોએ પિડિયાટ્રિક દર્દીથી લઈને 70થી પણ વધુ વય ધરાવતાં તેમજ ABO ઈમપેટિબલ બ્લડ ગ્રુપથી લઈને HIV પોઝિટિવ દર્દી સુધીના અલગ અલગ મેડિકલ હિસ્ટ્રી અને અઢળક મુશ્કેલી ધરાવતા અનેક દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવજીવન આપ્યું છે.

લિવર ટ્રાન્સપ્લાન્ટ વિશે પણ લોકજાગૃતિ લાવવી અતિઆવશ્યક

તેની સાથે 1 વર્ષથી પણ ઓછા સમયગાળામાં એકસાથે લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટના અનેક સફળ કેસનો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે. ત્યારે દર્દીઓએ પણ ઝાયડ્સની ટીમનો આભાર માન્યો છે. હૉસ્પિટલનું મિશન છે કે એવા દર્દીઓ સુધી પહોંચવું, જેમણે લીવર રોગના કારણે આશા ગુમાવી દીધી હોય. 250થી વધુ કેસના આંકડાઓ સાબિત કરે છે કે યોગ્ય સારવાર અને યોગ્ય માર્ગદર્શન દ્વારા સ્વસ્થ જીવન ફરીથી શક્ય છે. આ સિદ્ધિ માત્ર હોસ્પિટલ માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે એક મોટો પડકાર જીતવા જેવી છે. સમાજમાં અંગદાન અને લિવર ટ્રાન્સપ્લાન્ટ વિશે પણ લોકજાગૃતિ લાવવી અતિઆવશ્યક છે અને આવી સફળતાઓથી એ કામ સંભવ બને છે.


  • Follow us on: