અમદાવાદમાં પોલીસે અસામાજિક તત્વો સામે કડક એક્શન શરૂ કર્યા હતાં. રથયાત્રા સમયે શહેરમાંથી અસામાજિક તત્વો સામે પાસા અને તડીપાર સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ રથયાત્રા પૂર્ણ થતાં જ પોલીસનો ડર પૂર્ણ થઈ ગયો હોય તેમ ગુનેગારો ફરી સક્રિય થઈ ગયાં છે. શહેરના અમરાઈવાડીના વઢિયારીનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.સામાન્ય બોલાચાલી બાદ છરી, તલવાર અને લાકડી સાથે ઘરમાં ઘૂસીને હૂમલો અને તોડફોડનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સામાન્ય બોલાચાલી બાદ હુમલો અને તોડફોડ
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના વઢીયારીનગરમાં સામાન્ય બોલાચાલી બાદ હુમલો અને તોડફોડનો બનાવ સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ પોલીસ અને કાયદાના કોઈપણ ડર વિના છરી, તલવાર અને લાકડી સાથે ઘરમાં ઘૂસીને હુમલો કરીને તોડફોડ કરી હતી. આ હુમલામાં ઘર અને અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. અસામાજિક તત્વો વચ્ચે અગાઉની અદાવતમાં બબાલ થઈ હતી.
આરોપીઓ વચ્ચે અગાઉની અદાવતમાં બબાલ
આ અંગે ACB કુણાલ દેસાઈએ કહ્યું હતું કે, પોલીસે જિતેન્દ્ર સોલંકીની ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદી જિતેન્દ્ર આરોપી ગૌતમનો દુશ્મન છે. બંને સાથે ફરતા હોવાથી આ હુમલો કરવામાં આવ્યો છ. આરોપીઓ વચ્ચે અગાઉની અદાવતમાં બબાલ થઈ હતી. ત્રણ ફરિયાદીના ઘરે આવીને આરોપીઓએ તોડફોડ કરી હતી. આરોપીઓ વિરૂદ્ધ ગુના નોંધાયા છે. ગઈકાલે રાત્રે અમરાઈવાડીમાં હુમલો કરી તોડફોડ કરી હતી.