અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સફાઈ અને સ્વચ્છતાના સુધારા માટે એક વિશેષ 'સ્વચ્છતા અભિયાન વર્કશોપ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ વર્કશોપમાં શહેરને સ્વચ્છ રાખવાના પાઠ ભણાવવાના હતા, પરંતુ તેમાં ખુદ જનપ્રતિનિધિઓની ભારે ઉદાસીનતા અને નફ્ફટાઈ સામે આવી છે.


172 કોર્પોરેટરો ગાયબ

મળતી માહિતી મુજબ, અમદાવાદના કુલ 192 કોર્પોરેટરોમાંથી 172 કોર્પોરેટરો આ મહત્વપૂર્ણ વર્કશોપમાં હાજર જ ન રહ્યા. આટલી મોટી સંખ્યામાં નેતાઓની ગેરહાજરીથી તંત્ર દોડતું થઈ ગયું હતું. 

બે કોર્પોરેટરો ઉંઘતા ઝડપાયા 

નવાઈની વાત તો એ છે કે, જે માત્ર 20 કોર્પોરેટરો હાજર રહ્યા હતા, તેમાંથી પણ બે કોર્પોરેટરો તો વર્કશોપ દરમિયાન જાહેરમાં ઘસઘસાટ ઊંઘતા ઝડપાયા હતા. સ્વચ્છતાના ક્લાસમાં નેતાઓનું આવું 'અસ્વચ્છ' અને બેજવાબદાર આચરણ જોઈને ભારે ચર્ચા જાગી છે.

મેયર હિતેશ બારોટે લગાવી ફટકાર

વર્કશોપમાં કોર્પોરેટરોની આવી ગંભીર બેદરકારી જોઈને અમદાવાદના મેયર હિતેશ બારોટ ભારે નારાજ થયા હતા. તેમણે જાહેરમાં જ ઊંઘતા અને ગેરહાજર નેતાઓને કડક ટકોર કરવી પડી હતી. હવે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં જનતા સવાલો ઉઠાવી રહી છે કે જો વર્કશોપમાં જ કોર્પોરેટરો ગેરહાજર રહેશે અથવા ઊંઘશે, તો તેઓ પોતાના વોર્ડમાં જઈને જનતાને સ્વચ્છતાના પાઠ કેવી રીતે શીખવશે? 


આ પણ વાંચો----    Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો

  • Follow us on: