અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની ગંભીર સમસ્યાને હલ કરવા માટે નવી પાર્કિંગ પોલિસીનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ અંતર્ગત AMCએ શહેરમાં પાર્કિંગની જગ્યા જાહેર જનતા માટે ખુલ્લી ન મૂકનારા 225થી વધુ વ્યાપારી એકમો અને કોમ્પ્લેક્સને નોટિસ ફટકારી છે.


મુખ્ય 11 રસ્તાઓ પર આ વિશેષ ઝુંબેશ 

AMC દ્વારા શહેરના મુખ્ય 11 રસ્તાઓ પર આ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેમાં સી.જી. રોડ પર આવેલા અનેક વ્યાપારી એકમો ઉપરાંત પ્રમુખ કોમર્શિયલ હબને નોટિસ આપવામાં આવી છે.ખાસ કરીને નિરમા યુનિવર્સિટી, ઇસ્કોન મોલ, સહજાનંદ કૉમ્પ્લેક્સ અને સિટી સેન્ટર જેવા જાણીતા એકમોનો આ યાદીમાં સમાવેશ થાય છે. આ એકમોને પબ્લિક પાર્કિંગ માટેની જગ્યા આપવા અંગે જાણ કરવામાં આવી છે.પાર્કિંગ પોલિસી મુજબ જે કોમર્શિયલ ઇમારતો કે એકમોમાં પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ છે પરંતુ તેનો ઉપયોગ ગ્રાહકો કે જાહેર જનતા માટે કરવામાં આવતો નથી, તેમને AMC દ્વારા એકનોલેજમેન્ટ નોટિસ આપવામાં આવી છે. 

રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે

ઘણા એકમોમાં પાર્કિંગની જગ્યા હોવા છતાં તેને નિયમ મુજબ ખુલ્લી ન રાખતા રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જેનો ઉકેલ લાવવા તંત્ર મક્કમ બન્યું છે. AMC દ્વારા આ પોલિસીમાં એક પ્રોત્સાહક જોગવાઈ પણ કરવામાં આવી છે.જે એકમો કે કોમ્પ્લેક્સ પોતાની પાર્કિંગની જગ્યા પબ્લિક પાર્કિંગ તરીકે વિનામૂલ્યે ખુલ્લી મુકશે તેમને AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં મુક્તિ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય વેપારીઓને સ્વૈચ્છિક રીતે પાર્કિંગની સુવિધા આપવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ચોમાસામાં અકસ્માત ટાળવા સ્ટોપ અને ડાયવર્ઝન દર્શાવતા કટઆઉટ તૈયાર


  • Follow us on: