શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ પર થતા ખોદકામ અને તેને કારણે સર્જાતા અકસ્માતોને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે.શહેરમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી કામોને કારણે રસ્તાઓ પર જે ખાડા પડે છે તેમાં વાહનચાલકો ફસાઈ ન જાય અને અકસ્માતનો ભોગ ન બને તે માટે હવે કોર્પોરેશને સેફ્ટી કટઆઉટ્સનો નવો પ્રયોગ હાથ ધર્યો છે.
સ્ટોપ અને ડાયવર્ઝન દર્શાવતા કટઆઉટ તૈયાર
ભૂતકાળમાં ચોમાસા દરમિયાન રસ્તા પરના ખુલ્લા ખાડાઓ અને કામકાજ સ્થળોએ પૂરતી સાવચેતીના અભાવે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે.આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને AMCએ હવે અત્યાધુનિક કટઆઉટ્સ તૈયાર કર્યા છે.આ કટઆઉટ્સ ખાસ કરીને જ્યાં રોડ ખોદકામ કરવામાં આવ્યું છે અથવા જ્યાં ટ્રાફિક ડાયવર્ઝનની જરૂર છે, તેવી જગ્યાઓએ લગાવવામાં આવશે.આ કટઆઉટ્સની સૌથી મોટી વિશેષતા તેની રિફ્લેક્ટર ક્ષમતા છે. રાત્રિના સમયે જ્યારે પ્રકાશ ઓછો હોય ત્યારે વાહનચાલકોને ખાડા કે ડાયવર્ઝન સ્પષ્ટ રીતે જોઈ શકાતા નથી.આ નવા કટઆઉટ્સ પર ખાસ પ્રકારનું રિફ્લેક્ટિવ મટિરિયલ લગાવવામાં આવ્યું છે.













