CBI એ અમદાવાદમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે મુદ્દે લાંચ લેવાના આરોપોને લઈને અમદાવાદના ઝુંડાલ વિસ્તારના બંગલા પર દરોડા પાડ્યા છે. કોલેજોને માન્યતા આપવાના મુદ્દે લાંચ લેવાના આરોપોને લઈને દિલ્હીમાં PCIની ઓફિસ અને મોન્ટુ પટેલના નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરવામાં આવી છે.


CBIના અમદાવાદમાં દરોડા

CBIની કાર્યવાહી PCI દ્વારા ફાર્મસી કોલેજોને માન્યતા આપવાની પ્રક્રિયામાં થયેલી કથિત ગેરરીતિઓને તપાસ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોન્ટુ પટેલ અને PCIના અન્ય અધિકારીઓ પર આરોપ છે કે તેમણે કેટલીક કોલેજોને માન્યતા આપવા માટે લાંચની માંગણી કરી હતી. આ મામલે CBIએ ઝુંડાલમાં આવેલા મોન્ટુ પટેલના બંગલા અને દિલ્હીમાં PCIની ઓફિસ અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા છે.

અમદાવાદ અને દિલ્હીમાં CBIની કાર્યવાહી

મોન્ટુ પટેલના અમદાવાદના ઝુંડાલ વિસ્તારમાં બંગલા પર CBIની ટીમે વહેલી સવારે દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત દિલ્હીમાં PCIની મુખ્ય ઓફિસ અને મોન્ટુ પટેલના નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં દસ્તાવેજોની ચકાસણી, ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન્સ લાંચના આરોપો સાથે સંકળાયેલા પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે.


  • Follow us on: