અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં પૈસાની લેવડદેવડના વિવાદમાં મારામારીની એક ગંભીર ઘટના સામે આવી હતી. કેટલાક ઈસમોએ એક વ્યક્તિની ઓફિસમાં ઘૂસીને તેના અને તેના મિત્રો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે વ્યક્તિઓને તીક્ષ્ણ હથિયારથી ઈજા પહોંચી હતી. આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. વિક્રમ દેસાઈ, ફુલાભાઈ રબારી અને એક અજાણ્યા વ્યક્તિ સહિત કુલ ત્રણ ઈસમોએ ફરિયાદીની ઓફિસમાં જઈને આ હુમલો કર્યો હતો.
વિક્રમ દેસાઈ, ફૂલા ભાઈ રબારી સહિત 3 સામે ફરિયાદ













