અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા D-Mart મોલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જ્યાં એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ વેચાતી હોવાના આક્ષેપ સાથે એક ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો.ગ્રાહકનો આરોપ છે કે મોલ દ્વારા બેદરકારી રાખીને આવી વસ્તુઓ ગ્રાહકોને પધરાવવામાં આવી રહી છે.જે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં સમાન છે.આ કડવા અનુભવ બાદ ગ્રાહક અને મોલના તંત્ર વચ્ચે મોટો વિવાદ ઊભો થયો હતો.
સામાન પરત લેવા મુદ્દે ગ્રાહક અને મેનેજર વચ્ચે તકરાર
ખરીદાયેલો સામાન એક્સપાયરી ડેટ વાળો હોવાનું માલૂમ પડતાં જ્યારે ગ્રાહક તેને પરત કરવા માટે સ્ટોર પર પહોંચ્યો ત્યારે મોલના મેનેજર અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.ગ્રાહકે ગંભીર આક્ષેપ કર્યો છે કે મેનેજરે પોતાની ભૂલ સુધારવાને બદલે અથવા ગ્રાહકને સંતોષકારક સમાધાન આપવાને બદલે તે વસ્તુ પાછી લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.મેનેજરના આવા નકારાત્મક અને અસહકારભર્યા વર્તનને કારણે મામલો વધારે બિચક્યો હતો.
