વિરમગામ વોર્ડ-6 ના ભાજપના સદસ્ય અને પક્ષના નેતા અચોક્કસ મુદતના ઉપવાસના ચોથા દિવસે તબીયત લથડી છે. વિરમગામ મામલતદાર, પોલીસે ઉપવાસ કરનાર ભાજપના સદસ્ય ઉમેશ વ્યાસની મુલાકાત લઈ રજૂઆત સાંભળી છે. આજે ચોથા દિવસે ઉપવાસી ઉમેશ વ્યાસનું મેડિકલ ચેકઅપ કરતા બીપી સહિતની તકલીફોને લઇ તબીયત લથડતા સરકારી હોસ્પિટલ સારવાર માટે દાખલ કરાયા છે. ભાજપના સદસ્ય ઉમેશ વ્યાસ હાલ સારવાર હેઠળ આવતીકાલે બપોરે મામલતદાર ને લેખિત રજૂઆત બાદ ઉપવાસ અંગે નિર્ણય લેશે.


ભાજપના સદસ્ય ઉમેશ વ્યાસ હાલ સારવાર હેઠળ 

વિરમગામ શહેરમા ઠેર ઠેર જગ્યાઓએ ઉભરાતા દૂષિત પાણીને લઇ નગરપાલિકા તંત્ર સામે ઉપવાસ આંદોલન કર્યુ છે. ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી લઈને કોન્ટ્રાક્ટરના બિલોનું ચુકવણું ન કરવા તેમજ બ્લેકલિસ્ટ કરી કોન્ટ્રાક્ટર રદ માગ સાથે ઉપવાસ કરતા હતા. વિરમગામ નગરપાલિકા વોર્ડ-6 ના ભાજપના સદસ્ય ઉમેશ વ્યાસે અગાઉ ભૂગર્ભ ગટરની નબળી કામગીરીને લઇ રોષ વ્યક્ત કર્યો છે.

નગરપાલિકા તંત્ર સામે ઉપવાસ આંદોલન 

વિરમગામ શહેરમાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી અને નાગરિકોમાં રોશને લઈને કોન્ટ્રાક્ટરના બિલોનું ચુકવણું ન કરવા તેમજ બ્લેકલિસ્ટ કરી કોન્ટ્રાક્ટર રદ કરવા રજૂઆત કરાઈ હતી. ભાજપના સદસ્યે વિરમગામ નગરપાલિકા પ્રાદેશિક કમિશનર અને ધારાસભ્ય હાર્દિક પટેલને પત્ર લખીને રજૂઆત કરી હતી.

  • Follow us on: