ગુજરાતમાં યોજાતી વાઈબ્રન્ટ સમિટની જેમ રાજ્યના દરેક જિલ્લામાં હવે વાઈબ્રન્ટ ગુજરાત યોજાશે.રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક, આર્થિક સ્ટ્રેન્થ અને રોકાણોની રેડીનેસની સજ્જતાનું પ્લેટફોર્મ બનનારી આ વાઇબ્રન્ટ રિજિયોનલ કોન્ફરન્સની પ્રથમ કોન્ફરન્સ આગામી 9 અને 10 ઓક્ટોબરે મહેસાણા જિલ્લામાં યોજાવાની છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં આવી રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન થશે. આ માટે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે રોડ શો યોજ્યો છે.
દેશના GDPમાં ગુજરાતનું મોટું યોગદાન છે
દિલ્હી પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસના સંદર્ભમાં નવી દિલ્હી ખાતે લીલા પેલેસમાં અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે ઇન્ટરેક્શન મીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,કેન્દ્ર સરકારે GST રિફોર્મની ભેટ આપી છે. હું ગુજરાત વતી સરકારનો આભાર માનુ છું. PM મોદીના નેતૃત્વમાં ગુજરાત ગ્રોથ એન્જિન બન્યુ છે. 2003માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો આઇડિયા આપ્યો હતો. 20 વર્ષમાં આ સમિટથી ગુજરાતને ખૂબ લાભ થયો છે. દેશના GDPમાં ગુજરાતનું મોટું યોગદાન છે.













