ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર હવે ગુજરાતના વાતાવરણ પર દેખાઈ રહી છે. રાજ્યભરમાં ઠંડીના ચમકારાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર તરફથી ફૂંકાઈ રહેલા સૂકા અને ઠંડા પવનોના કારણે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. બે દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. ત્યાર બાદ ઠંડીનો ચમકારો વધશે.
ઉત્તર પૂર્વના પવનોની ફૂંકાતા તાપમાનમાં વધઘટ રહેશે
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી બે દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે. ત્યાર બાદ ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા તાપમાનમાં વધઘટ જોવા મળશે. લઘુતમ તાપમાન 15થી 16 અને મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી સુધી રહેશે. હાલમાં રાજ્યમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરે ગરમી પડતાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.













