ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો વધ્યો હોવાની વાત સામે આવી છે, ઉત્તર તરફથી ફૂંકાતા પવનના કારણે ઠંડીમાં વધારો થયો છે, અને 20 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. આગામી દિવસોમાં આ ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે
લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થશે. ભેજના કારણે તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય. ધીમે ધીમે ઠંડીનું જોર વધશે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં આ ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે અને રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધશે.













