અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. AMC હાઈરિસ્ક સ્પોટનો સર્વે કરાયો છે. બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, સરસપુર,અસારવા,જમાલપુરમાં સર્વે કરાયો છે. પાણી લાઇન લીકેજ થતા પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ઓગસ્ટ માસમાં રોગચાળામાં વધારો થયો છે. ઝાડા-ઉલટીના 378, કમળાના 508 કેસ નોંધાયા છે. ટાઈફોઈડના 489, કોલેરાના 10 કેસ નોંધાયા છે. ઓગસ્ટમાં 6439 પાણીના સેમ્પલ લેવાયા છે. 102 પાણીના સેમ્પલ પરીક્ષણમાં ફેલ થયા છે.


અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો 

AMC હેલ્થ વિભાગ દ્વારા હાઈરિસ્ક સ્પોટનો સર્વે કરવામાં આવ્યો છે. શહેરમાં 26 હાઈરિસ્ક સ્પોટ સામે આવ્યા છે. બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, સરસપુર, અસારવા, જમાલપુર,દરિયાપુર હાઈરિસ્ક ઝોનમાં આવ્યા છએ. નવી પાણી ની લાઇન નાખવા માટે જગ્યા નથી હોતી જેના કારણે નવી લાઇન નથી નાખતી. પાણીની લાઇન લીકેજના કારણે અહીં પાણીજન્ય રોગચાળો વધુ જોવા મળ્યો છ. રોગચાળો હાઈરિસ્ક ઝોનમાં વધતા હેલ્થ વિભાગે ઇજનેર વિભાગને પત્ર લખ્યો છે.

શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો

હાઈરિસ્ક સ્પોટમાં પાણીની લાઇન બાબતે કાર્યવાહી કરવા અપીલ કરી છે. અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં રોગચાળાના આંકડા વધ્યા છે. ઝાડા- ઉલટીના 378 કેસ, કમળાના 508 કેસ, ટાઈફોઈડના 489 કેસ, કોલેરાના 10 કેસ નોંધાયા છે. ઓગસ્ટ મહિનામાં 6439 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. 102 પાણીમાં સેમ્પલ પરીક્ષણમાં ફેલ થયા છે.


  • Follow us on: