શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે વધુ એક ચિંતાજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અમદાવાદના સોનલ ચાર રસ્તા પાસે બે જૂથો વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. જેમાં પથ્થર અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકોમાં ભય અને આશ્ચર્યનો માહોલ છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બાદમાં તે મારામારીમાં પરિણમી હતી.
પથ્થર અને છરી વડે હુમલો કરતો વીડિયો વાયરલ













