અમદાવાદના જિલ્લાના બારેજામાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. ચોરોએ એક સાથે 16થી વધારે દુકાનોના તાળા તોડી હાથ ફેરો કરી ગયા છે. આસપાસની અલગ અલગ દુકાનોને નિશાન બનાવી લાખોની ચોરી કરી ફરાર થયા છે. આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં ચોર ચોરી કરતા નજરે જોવા મળી રહ્યા છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી ચોરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
બારેજામાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા













