અમદાવાદના ચાણક્યપુરીમાં ફરીવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. ચાણક્યપુરીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે એક કારે અકસ્માત સર્જ્યો છે. ફૂલ સ્પીડમાં કાર સર્કલ સાથે અથડાઇ પછી જઈ રહેલી બીજી કારને ટક્કર મારી હતી. ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે. ઘટનાની જાણ થતા લોકો એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ચાણક્યપુરીમાં બે કાર વચ્ચે અકસ્માત













