કફ સીરપથી બાળકોના મોત મુદ્દે મહત્વના સમાચાર આવી રહ્યા છે. મળેલી માહિતી મુજબ ગુજરાતના મેડિકલ સ્ટોરમાં તપાસના નામે માત્ર નાટક ચાલી રહ્યું છે. રાજ્યમાં 53 હજાર મેડિકલ સ્ટોર સામે માત્ર 36 ડ્રગ ઇન્સ્પેક્ટર હોવાનો આરોપ લગાવાયો છે


 89 ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના મહેકમ સામે 53 જગ્યા ખાલી

ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીયે વીડિયો જાહેર કરીને ચોંકાવનારા આરોપ લગાવતા જણાવ્યું હતું કે ગુજરાતમાં મેડિકલ સ્ટોર સામે અપુરતું મહેકમ છે. રાજ્યમાં 53 હજાર મેડિકલ સ્ટોરસામે માત્ર 36 ડ્રગ ઇન્સ્પેક્ટર છે તેવો આરોપ તેમણે લગાવ્યો છે.

રાજ્યના 14 જિલ્લામાં તો એક પણ ડ્રગ ઇન્સ્પેક્ટર જ નથી.

તેમણે કહ્યું કે રાજ્યમાં મેડિકલ સ્ટોર સામે ડ્રગ ઇન્સ્પેક્ટરનું અપૂરતું મહેકમ છે અને મંજૂર કરાયેલા 89 ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના મહેકમ સામે 53 જગ્યા ખાલી છે અને રાજ્યના 14 જિલ્લામાં તો એક પણ ડ્રગ ઇન્સ્પેક્ટર જ નથી.

ગાંધીનગર કચેરીમાં માત્ર 1 જ ડ્રગ ઇન્સ્પેક્ટર છે

રજનીકાંત ભારતીયે જણાવ્યું હતું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપથી નાના બાળકોના મોત પછી જાગેલી ગુજરાત સરકાર માત્ર તપાસના આદેશો કરીને જનતાને બેવકૂફ બનાવી રહી છે. તેમણે કહ્યું કે ઘણા જિલ્લામાં કાયમી ડ્રગ ઇન્સ્પેક્ટર જ નથી. ગાંધીનગર કચેરીમાં માત્ર 1 જ ડ્રગ ઇન્સ્પેક્ટર છે જ્યારે મંજૂર મહેકમ 9 ડ્રગ ઇન્સ્પેક્ટરનું છે.

70 ટકા મેડીકલ સ્ટોર ફાર્માસીસ્ટના લાયસન્સમાં ગેરકાયદેસર ચાલે છે

તેમણે કહ્યું કે હવે સ્થિતી એ છે કે સ્ટાફ ઓછો હોવાનું બહાનું કાઢી ભ્રષ્ટાચાર આચરાઇ રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે હાલ રાજ્યમાં ચાલી રહેલા 70 ટકા મેડીકલ સ્ટોર ફાર્માસીસ્ટના લાયસન્સમાં ગેરકાયદેસર ચાલે છે. આવા તત્વો આવી નશીલી અને મોત નિપજાવે તેવી દવાઓનું બેરોકટોક વેચાણ કરે છે. જો સરકાર લોકોનું હિત વિચારતું હોય તો આદર્શ નીતિ સામે 100 સ્ટોર મુજબ 1 ઇન્સ્પેક્ટર મુકે તે જરુરી છે અને નિયમીત ભરતી કરે અને ગેરકાયદેસર ચાલતા સ્ટોરને લાયસન્સ કાયમ માટે રદ કરવા જોઇએ 

  • Follow us on: