અમદાવાદમાં કાકરીયા કાર્નિવલ અને તેના પાર્કોમાં ટિકિટના દર ઘટાડવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય ટુંક સમયમાં લેવામાં આવશે. AMCની રીક્રીએશન અને કલ્ચર કમિટીની બેઠકમાં આ પ્રસ્તાવો અંગે નિર્ણય લેવામાં આવશે.આ પગલાં અંતર્ગત AMCના બટરફ્લાય પાર્ક અને વેક્સ મ્યુઝિયમમાં ટિકિટના દર ઘટાડવામાં આવશે, જેથી વધુ લોકોને પ્રવાસ માટે પ્રોત્સાહન મળી શકે.
હાલમાં કેટલો છે બટરફ્લાય પાર્કની ટિકિટનો દર?
બટરફ્લાય પાર્કની ટિકિટનો દર હાલમાં રૂપિયા 100 છે, જે ઘટાડીને રૂપિયા 60 કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. વેક્સ મ્યુઝિયમની ટિકિટનું હાલનું દર રૂપિયા 130 હતું, જે ઘટાડીને રૂપિયા 80 કરવાનું નક્કી થયું છે. બંને આકર્ષણ કાકરીયા ફન કાર્નિવલ પાર્કમાં આવેલા છે અને મોજમજાની સાથે શૈક્ષણિક અને મનોરંજક પ્રવૃત્તિઓ માટે જાણીતા છે. કાંકરીયા ફન કાર્નિવલનું ઉદ્ઘાટન 2023માં કરવામાં આવ્યું હતું. તે સમયથી આ કાર્નિવલ અમદાવાદમાં મનોરંજન, કુટુંબ મજા અને પ્રવાસન માટે લોકપ્રિય સ્થળ બની ગયું છે.













