અમદાવાદમાં ગયા વર્ષે થયેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના કેસ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે વિગતવાર રિપોર્ટ માગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્ય કાંત અને જસ્ટિસ જોયમલયા બાગચીની બેન્ચ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
AAIBની તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ આપવાનો રહેશે
કોર્ટે ખાસ કરીને Aircraft Accident Investigation Bureau (AAIB) દ્વારા ચાલી રહેલી તપાસની પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. સાથે જ અત્યાર સુધી કયા પ્રોસિજર અને પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું છે તેની માહિતી પણ આપવા નિર્દેશ કર્યો છે. આ અહેવાલ આંતરરાષ્ટ્રીય માપદંડો, ખાસ કરીને ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO)ના નિયમો મુજબ હોવો જોઈએ તેવી પણ કોર્ટે સ્પષ્ટતા કરી છે.













