ગુજરાતમાં અનાજ વિતરણ વ્યવસ્થામાં મોટો ફેરફાર આવશે. હવે રેશનકાર્ડની જગ્યા ડિજિટલ કાર્ડ લેશે. અનાજ પણ પૈસાની જેમ ATMથી મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ પ્રોજેક્ટ શરૂ કરાવશે. આગામી 15 ફેબ્રુઆરીએ મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાશે. રાશનની દુકાનોમાં થતી ગેરરીતિ રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં સાબરમતિ ખાતે અનાજ ATM શરૂ કરાશે.


ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પણ અમલ શરૂ થશે

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે કહ્યું હતું કે, રાશનની દુકાનોમાં થતી ગેરરીતિ પર લગામ લાવવા પ્રયોગ કરાશે.અમદાવાદના સાબરમતી ખાતે અનાજ ATM શરૂ થશે. ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પણ અમલ શરૂ થશે.વેન્ડીંગ મશીનમાંથી ૧ કિલોના પેકિંગમાં અનાજ મળશે.ભવિષ્યમાં ચોવિસ કલાક અનાજ ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા વિકસાવાશે.

સહકાર મંત્રીઓની બીજી રાષ્ટ્રીય પરિષદ

દેશના તમામ રાજ્યોના સહકારી મંત્રીઓ આગામી 17 અને 18 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં એકત્રિત થવા જઈ રહ્યા છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે સહકાર મંત્રીઓની બીજી રાષ્ટ્રીય પરિષદ યોજાવવાની છે. આ મહત્ત્વપૂર્ણ પરિષદમાં દેશભરના સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા અને મંત્રણાનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતમાં યોજાનારી આ મહાસભા સહકારી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે.


આ પણ વાંચોઃ Ahmedabad News: ધોળકામાં વટામણ ચોકડી પાસે જીવના જોખમે કામ કરતા શ્રમિકો, ઓવરબ્રિજની કામગીરીમાં મોટી બેદરકારી



  • Follow us on: