ગુજરાતમાં આગામી સમયમાં વસતી ગણતરી યોજવામાં આવશે. આ વસતી ગણતરી કરવા માટે સરકાર દ્વારા કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ખાસ કરીને શિક્ષકોને કામગીરી સોંપવામાં આવતા ભારે રોષ ફેલાયો છે. શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજાએ કહ્યું હતું કે, આ પ્રકારની કામગીરીથી શૈક્ષણિક કાર્ય પર અસર થશે. વસતી ગણતરીની કામગીરી અન્ય એજન્સી પાસે કરાવો.
બીજી એજન્સી પાસે આ કામગીરી કરાવવી જોઈએ
શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજાએ કહ્યું હતું કે, શિક્ષકો પાસે વસતી ગણતરીની કામગીરી કરાવાઈ રહી છે. જેના કારણે શિક્ષણ પર અસર થશે. કોઈ બીજી એજન્સી પાસે આ કામગીરી કરાવવી જોઈએ. બીએલઓની કામગીરી સમયે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. શિક્ષક સંઘે કાયમી વ્યવસ્થા કરવા માગ કરી છે. વસતી ગણતરી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. આ સમયે જ શાળાઓમાં પરીક્ષા યોજાશે. જેથી બાળકોના શિક્ષણ પર અસર ના થાય તેથી વસતી ગણતરીની કામગીરી અન્ય એજન્સી પાસે કરાવવી જોઈએ.













