ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બાળકોની તસ્કરી કરતા એક મોટા આંતરરાજ્ય રેકેટના મુખ્ય સૂત્રધાર યુનુસની ધરપકડ કરી હતી.આરોપી યુનુસ સહિતની આ ટોળકી માસૂમ બાળકોનું અપહરણ કરી તેમને અન્ય રાજ્યોમાં વેચવાનું વ્યવસ્થિત નેટવર્ક ચલાવતી હતી.પોલીસને બાતમી મળી હતી કે એક માસૂમ બાળકને હૈદરાબાદ ખાતે વેચવાની પેરવી કરવામાં આવી રહી છે. જે પહેલા જ પોલીસે સતર્કતા દાખવી આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને બાળકને સુરક્ષિત બચાવી લીધું હતું. આ કેસમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે.


બાળ તસ્કરી કેસમાં વધુ એક મોટો ખુલાસો

બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. પોલીસની તપાસમાં વધુ બે નવા આરોપીઓની સંડોવણી હોવાનો ખુલાસો થયો છે. દાંતાના ગોવિંદ ગમાર અને પ્રભુ દેવરા નામના વ્યક્તિના નામ સામે આવ્યા છે. ક્રાઈમ બ્રાંચે અગાઉ આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. બાળક ગોવિંદ પરમારને પ્રભુ દેવરાએ આપ્યું હતું. વંદનાએ 3.60 લાખમાં હિંમતનગરથી બાળક ખરીદ્યું હતું. આ બાળક ચાર લાખમાં નાગરાજને આપવાનું હતું. પોલીસે બાળકના માતાપિતાની શોધખોળ શરૂ કરી છે. મુખ્ય આરોપી યુનુસ સામે અગાઉ કાલુપુરમાં ગુનો નોંધાયો હતો.


આ પણ વાંચોઃ Ahmedabad News : બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો માસ્ટરમાઈન્ડ ઝબ્બે, ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીને દબોચ્યો



  • Follow us on: