ગુજરાતમાં આગામી વસતી ગણતરીને લઇ સરકાર એક્શન મોડમાં આવી છે. રાજ્ય સરકારે અધિકારીઓની નિમણૂક અંગે બે નવા ગેઝેટ જાહેર કર્યા છે, જેમાં શહેરી અને જિલ્લા ક્ષેત્રો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.


મનપામાં પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર તરીકે મનપા કમિશનરની નિમણૂક

મહાનગરપાલિકા વિસ્તાર માટે પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર તરીકે મનપા કમિશનરની નિમણૂક કરવામાં આવી છે. શહેર સ્તરે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વસ્તી ગણતરી પ્રક્રિયામાં જવાબદારી નિભાશે, જ્યારે વોર્ડ સ્તરે વોર્ડના સેન્સસ ઓફિસર જવાબદારી લેશે.

જિલ્લા સ્તરે પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર તરીકે કલેક્ટરની નિમણૂક

જિલ્લા સ્તરે પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર તરીકે કલેક્ટરની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ, જિલ્લા વસતી અધિકારી તરીકે નિવાસી અધિક કલેક્ટરને જવાબદારી આપવામાં આવી છે. તાલુકા સ્તરે ચાર્જ સેન્સસ ઓફિસર તરીકે મામલતદાર નિમણૂક કરાયા છે અને સબ-ડિવિઝનલ સ્તરે નાયબ કલેક્ટર ફરજ નિભાશે.

અવરોધ ઊભો કરનાર વ્યક્તિને ત્રણ વર્ષની કેદની સજા

સરકારે જાહેર કર્યું છે કે વસતી ગણતરીના કામમાં અવરોધ ઊભો કરનાર વ્યક્તિને ત્રણ વર્ષની કેદની સજા થઈ શકે છે. જ્યારે માહિતી આપવાનો ઇન્કાર કરનારને રૂ. 1,000નો દંડ પણ કરવામાં આવશે.


આ પણ વાંચો----   Surendranagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં AAPને મોટો ઝટકો, રાજુ કરપડાએ AAP માંથી રાજીનામું આપ્યું

  • Follow us on: