ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અમદાવાદના સૌથી પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં આવેલા કરોડો રૂપિયાના એક આલીશાન બંગલામાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હાઈપ્રોફાઈલ પિતા-પુત્રની જોડીને પોલીસે રંગેહાથ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાખોની કિંમતનો વિદેશી દારૂ અને મુદ્દામાલ જપ્ત
પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ આકસ્મિક રેડ દરમિયાન બંગલામાંથી કુલ રૂ.8.88 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી 200 નંગ ઈંગ્લિશ દારૂની બોટલો, 48 નંગ બિયરના ટીન અને તપાસના અર્થે 2 મોબાઈલ ફોન સહિતનો તમામ મુદ્દામાલ પોતાના કબ્જામાં લીધો છે. પકડાયેલા આરોપીઓની ઓળખ કિરણ ભાટિયા અને તેના પુત્ર કવિસ ભાટિયા તરીકે થઈ છે.













