અમદાવાદમાં હોસ્પિટલના કર્મચારી હડતાળ પર ઉતર્યા છે. એમ એન્ડ જે હોસ્પિટલના કર્મચારી હડતાળ પર ઉતર્યા છે. અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ નોંધાવ્યો છે. વિશ્વા એન્ટરપ્રાઈઝ દ્વારા ત્રાસ અપાતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિશ્વા એન્ટરપ્રાઈઝના 50થી વધુ કર્મચારી હડતાળ કરી રહ્યા છે. બે દિવસ પહેલાં કર્મચારીએ આત્મહત્યા કર્યાનો આક્ષેપ કર્યો છે. વિશ્વા એમ એન્ડ જે હોસ્પિટલનો કોન્ટ્રાક્ટ રદ કરવા માગ કરવામાં આવી છે. RMO સુધી ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની માગ કરી છે.


એમ એન્ડ જે હોસ્પિટલના કર્મચારીઓની હડતાળ

અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. વિશ્વા એન્ટરપ્રાઈઝ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ કરી રહ્યા છે. આ વિરોધમાં વિશ્વા એન્ટરપ્રાઈઝના અંદાજિત 50 થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. 2 દિવસ પહેલા વર્ગ 4 કર્મચારી વિશ્વા એન્ટરપ્રાઈઝના માનસિક ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એમ એન્ડ જે આંખ હોસ્પિટલ વિશ્વા એમ એન્ડ જે આંખ હોસ્પિટલનો કોન્ટ્રાકટર રદ કરવાની માંગ કરી છે.

અંદાજિત 50 થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા 

કર્મચારીઓ દ્વારા વિશ્વા એન્ટરપ્રાઈઝ વિરુદ્ધ RMO સુધી ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા વિરોધ કરી રહ્યા છે. હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની માંગ કરવામાં આવી છે. 50 થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આ કર્મચારીઓ દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે કે તેના માનસિક ત્રાસના કારણે વર્ગ 4 કર્મચારી આત્મહત્યા કરી છે. અનેક ફરિયાદ કરવા છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં.


  • Follow us on: