ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાવા અને તેના લીધે વીજ પોલમાંથી કરંટ ઉતરવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ગત ચોમાસામાં અમદાવાદ શહેરમાં વીજ કરંટ લાગવાના કારણે 4 માસૂમ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્ર દ્વારા આ વર્ષે ચોમાસામાં નાગરિકોની સુરક્ષા માટે એક ખૂબ જ મોટો અને પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે.


5000થી વધુ વીજ પોલ પર લગાવાઈ MCB સ્વીચ

અમદાવાદ શહેરમાં જે વિસ્તારોમાં સૌથી વધુ પાણી ભરાય છે, તેવા તમામ વોટર લોગિંગ સ્પોટની ઓળખ કરીને ત્યાં આવેલા 5000થી વધુ વીજ પોલ પર ખાસ પ્રકારી Miniature Circuit Breaker સ્વીચો લગાવી દેવામાં આવી છે. તંત્રનો હેતુ વરસાદી પાણીમાં કરંટ ફેલાતો અટકાવી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

પાણી ભરાશે કે લીકેજ થશે તો તરત જ થશે ટ્રીપ

આ ટેકનોલોજી આધારિત વ્યવસ્થા હેઠળ, જો વીજ પોલની અંદર પાણી જશે અથવા કોઈપણ પ્રકારનું કરંટ લીકેજ થશે તો આ MCB સ્વીચ આપમેળે જ 'ટ્રીપ' થઈ જશે. સ્વીચ ટ્રીપ થવાના કારણે વીજ પ્રવાહ ત્યાં જ અટકી જશે અને આગળ વધશે નહીં. આ સ્માર્ટ સેફ્ટી ફીચરના કારણે પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો વીજ કરંટના જીવલેણ જોખમથી સુરક્ષિત રહેશે.


આ પણ વાંચો - Ahmedabadના ધોળકાની કુમાર શાળાના શિક્ષકે ધોરણ 8ના 13 વર્ષના વિદ્યાર્થી સાથે કર્યા શારીરિક અડપલા


  • Follow us on: