તાજેતરમાં શહેરમાં વરસેલા વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાવાને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. AMC સ્કૂલની બાંધકામ સાઈટ મચ્છર બ્રિડિંગ મળ્યા છે. મનપાએ વસ્ત્રાલમાં AMC સ્કૂલ બાંધકામ સાઈટ સીલ કરી છે. અન્ય 6 બાંધકામ સાઈટ પર બ્રિડિંગ મળી આવતા સિલ કરવામાં આવી છે. અલગ અલગ 304 સ્થળોએ મનપાએ તપાસ કરી છે. 304માંથી 163 એકમને નોટિસ, 8.52 લાખનો દંડ વસૂલ્યો છે.
વસ્ત્રાલમાં AMC સ્કૂલ બાંધકામ સાઈટ સીલ













