અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરમાં ભદ્રકાળી માતાની નગરયાત્રા યોજાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે મંદિરના 615મા સ્થાપના દિનની ઉજવણીને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નગરયાત્રા પહેલા મંગળવારે માતાજીની પાલખીનું પૂજન કરવામાં આવશે, જેની વિશેષ ઉપસ્થિતિમાં શ્રદ્ધાળુઓ અને મંદિરના કાર્યકર્તાઓ હાજર રહી શ્રદ્ધાપૂર્વક ધાર્મિક વિધિ પૂર્ણ કરશે.


DyCMએ સરકારી ફંડમાંથી 10 લાખનું દાન કર્યું

શહેરમાં ગુરુવારે ભદ્રકાળી માતાની નગરયાત્રા યોજાશે. આ નગરયાત્રામાં હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિતિમાં પહિંદ વિધિ કરશે. આ વર્ષે DyCMએ સરકારી ફંડમાંથી 10 લાખ રૂપિયાનું દાન કર્યું છે, જે નગરયાત્રા અને મંદિરના વિવિધ કામગીરી માટે વપરાશે. નગરયાત્રામાં વિવિધ વિસ્તારોમાંથી ભક્તો ઉપસ્થિત રહી માતાજીના દર્શન અને આરતીમાં ભાગ લઈ શકશે. નગરયાત્રાની તૈયારી માટે શહેરના પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે. રસ્તાઓ પર ભક્તો અને વાહન ચાલકો માટે સમયસર સુવિધાઓ આપવામાં આવશે.

સજાવટ, લાઈટિંગ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે આયોજન કરવામાં આવ્યું

નગરયાત્રાના માર્ગ પર સજાવટ, લાઈટિંગ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની નગરયાત્રા એ શહેરમાં ધર્મ, સંસ્કૃતિ અને ભક્તિનો સંયોજન દર્શાવે છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાગ લેશે. આવી નગરયાત્રાઓ શહેરમાં સામાજિક એકતા અને પરંપરાગત ઉત્સવોને જળવાઈ રાખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આયોજનકર્તાઓ ભક્તો અને સ્થાનિકો માટે આરામદાયક અને સુશોભિત નગરયાત્રા સુનિશ્ચિત કરવા માટે આખું આયોજન પૂર્ણ કર્યું છે.

આ પણ વાંચો : Ahmedabad: રોયલ અકબર ટાવર પાસે હિટ એન્ડ રન, ડમ્પરની અડફેટે યુવકે જીવ ગુમાવ્યો


  • Follow us on: