ગુજરાત સહિત દેશભરમાં RE-NEET પરીક્ષાનું આયોજન અત્યંત સાવચેતી અને કડક સુરક્ષા વચ્ચે કરવામાં આવ્યું છે. અમદાવાદના ૨૩ પરીક્ષા કેન્દ્રોની બહાર વહેલી સવારથી જ ઉત્સાહ અને ચિંતાનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ વખતે એવા ડિજિટલ અને શારીરિક સુરક્ષાના માપદંડો તૈયાર કરાયા છે જે અત્યાર સુધીની કોઈ પણ રાષ્ટ્રીય પરીક્ષામાં જોવા મળ્યા નથી. બીજી બાજુ અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર વિવાદ જોવા મળ્યો છે.
અમદાવાદમાં નીટ પરીક્ષા કેન્દ્ર પર વિવાદ
અમદાવાદમાં એલ.જે. ટ્રીબ્રવાલ સ્કૂલમાં NEETની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. આ કેન્દ્ર પર પરીક્ષા આપવા આવેલા લોકોને ચકાસીને જ અંદર પ્રવેશ ફાળવવામાં આવતો હતો. આ દરમિયાન એક વિદ્યાર્થીના ગળામાંથી કંઠી કઢાવતા મામલો બિચક્યો હતો. હિઝાબ પહેરેલી વિદ્યાર્થીનીને પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે અન્ય વિદ્યાર્થિની કંઠી કાઢી લેવાતા હોબાળો મચી જવા પામ્યો છે. ભેદભાવના આક્ષેપ સાથે પરીક્ષા કેન્દ્ર પર મામલો બિચક્યો છે.
પરીક્ષા કેન્દ્ર બહાર વાલીઓમાં ભારે રોષ
વાલીઓનો આક્ષેપ છે કે એક તરફ હિજાબ પહેરીને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો, જ્યારે બીજી તરફ ગળામાં પહેરેલી કંઠી કઢાવવા કહેવામાં આવતા ભેદભાવભર્યું વલણ અપનાવવામાં આવ્યું છે. ઘટનાને લઈને પરીક્ષા કેન્દ્ર બહાર વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને થોડા સમય માટે માથાકૂટનો માહોલ સર્જાયો હતો.જોકે,પરીક્ષા પ્રક્રિયા નિર્ધારિત નિયમો મુજબ ચાલુ રાખવા તંત્ર દ્વારા સમજાવટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.સમગ્ર ઘટનાને લઈને હવે ચર્ચા અને વિવાદ ઊભો થયો છે.
ભેદભાવના આક્ષેપો સાથે કેન્દ્ર પર મામલો ગરમાયો
પરીક્ષા દરમિયાન સામાન્ય રીતે કેન્દ્રોમાં એનાલોગ કે ડિજિટલ ઘડિયાળો લઈ જવાની મનાઈ હોય છે.જેના કારણે વિદ્યાર્થીઓ સમયનું આકલન કરી શકતા નથી.આ સમસ્યાના ઉકેલ માટે અમદાવાદના તમામ કેન્દ્રોની બહાર અને અંદર ખાસ મોટી ઘડિયાળોની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ સાથે આવેલા વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, પરીક્ષા કેન્દ્રોમાં હિઝાબ પહેરીને જતી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની રોક ટોક વિના પ્રવેશ અપાયો છે. જ્યારે ગળામાં ધાર્મિક કંઠી પહેરીને ગયેલા વિદ્યાર્થીઓને રોકવામાં આવ્યા છે. તંત્રની ભેદભાવ ભરી નીતિ સામે લોકોમાં રોષ ફેલાયો છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: વેજલપુર D Martમાં એક્સપાયરી ડેટ વાળી વસ્તુ વેચ્યાનો ગંભીર આક્ષેપ