અમદાવાદ ડિવિઝનમાં એસપી રિંગ રોડ પર વટવા સ્થિત રોડ ઓવર બ્રિજ (ROB) નંબર 713 A (રોપડા બ્રિજ) કિ.મી. 485/5-6ની એક લાઇન વટવાથી હાથીજણ સર્કલ સુધી (ઉત્તરી બાજુ) 14 જૂનથી 17 જૂન 2025 સુધી મજબૂતીકરણ અને લોડ પ્રશિક્ષણ કાર્ય માટે બંધ રહેશે.આ સડકનો ઉપયોગ કરનારા નાગરિકો સમયગાળા દરમિયાન આરઓબી નંબર 713એ (રોપડા બ્રિજ)ના ગેરતપુર બાજુના રોડની એક લેન ચાલુ છે જેનો ઉપયોગ કરીને અવરજવર કરી શકે છે. તેમ પશ્ચિમ રેલવે દ્વારા જણાવાયું છે.


સાબરમતી અને સુલ્તાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

પ્રાપ્ત વિગતો પ્રમાણે મુસાફરોની માંગને ધ્યાને લઈને પશ્ચિમ રેલવે દ્રારા સાબરમતી અને સુલ્તાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન સંખ્યા 04215 સાબરમતી–સુલ્તાનપુર સ્પેશિયલ 14, 21 અને 28 જૂન 2025 (શનિવાર)ના રોજ સાબરમતીથી 8:50 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 11:00 કલાકે સુલ્તાનપુર પહોંચશે.જ્યારે ટ્રેન સંખ્યા 04216 સુલ્તાનપુર–સાબરમતી સ્પેશિયલ 13, 20 અને 27 જૂન 2025 (શુક્રવાર) ના રોજ સુલતાનપુરથી 4:00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 7:30 કલાકે સાબરમતી પહોંચશે.

બુકિંગ 12મી જૂનથી શરૂ થશે

આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, અજમેર, ફુલેરા, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, આગ્રા કેન્ટ, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ અને લખનઉ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 15 સ્લીપર કોચ અને 3 જનરલ શ્રેણીના કોચ રહેશે. ટ્રેન નંબર 04215 માટે બુકિંગ 12 જૂનથી યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે.


  • Follow us on: