અમદાવાદ મહાનગર પાલિકાની શાહપુર રંગીલા મસ્ટર ઓફિસમાં જુગારધામ ઝડપાયું છે. ઓફિસમાં રમાઈ રહેલા જુગારની પ્રવૃત્તિનો કોર્પોરેટર શેખ સમીકા માર્ટીને વીડિયો બનાવી વાયરલ કર્યો છે. કોર્પોરેશનની ઓફિસને તાળુ મારી અંદર શખ્સો જુગાર રમી રહ્યા હતા.કર્મચારીઓ જુગાર રમતા હોવાનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.


ઓફિસને તાળુ મારીને અંદર કર્મચારીઓ જુગાર રમતા હતાં

અમદાવાદની સરકારી ઓફિસમાં જ જુગાર રમતા કર્મચારીઓનો વીડિયો વાયરલ થયો છે. જે કચેરીમાં લોકોના કામો થતાં હોય છે તે જ કચેરીમાં કર્મચારીઓ શકુની બન્યાં છે. અમદાવાદના શાહપુરમાં રંગીલા સ્થિત મસ્ટર ઓફિસને તાળુ મારીને અંદર કર્મચારીઓ જુગાર રમતા હતાં. કોર્પોરેટર શેખ સમીકા માર્ટીને વીડિયો બનાવીને તેને વાયરલ કર્યો હતો. કોર્પોરેશનની ઓફિસમાં જુગારની પ્રવૃત્તિ સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મસ્ટર ઓફિસમાં ચાલી રહેલી જુગાર પ્રવૃત્તિને કોર્પોરેટરે ખુલ્લી પાડી

અમદાવાદ મહાનગર પાલિકાની શાહપુર રંગીલા મસ્ટર ઓફિસમાં ચાલી રહેલી જુગાર પ્રવૃત્તિને કોર્પોરેટરે ખુલ્લી પાડી છે. ઓફિસને તાળુ મારીને જુગાર રમતા કર્મચારીઓ સામે હવે એક્શન લેવાય છે કે નહીં તે આગામી સમય બતાવશે. પરંતુ લોકોના કામ માટે શરૂ કરેલી આ ઓફિસ લોકોના ટેક્સના પૈસાથી ચાલતી હોય છે. જેમાં કર્મચારીઓ કામ કરવાની વાત તો દૂર રહી પણ જુગાર ધામ બનાવી જુગાર રમતા વીડિયોમાં કેદ થયાં છે.


  • Follow us on: