અમદાવાદના પીરાણા ડમ્પિંગ સાઇટની કાયાપલટ કરવામાં આવશે. ડમ્પિંગ સાઈટ પર વેસ્ટ ટુ વન્ડર પાર્ક બનાવવામાં આવશે. આ 700 એકર જગ્યામાં પાર્ક ઊભો કરવામાં આવશે. મિથેન ગેસ પ્રોડક્શન બાયો ડાયવર્સિટી પાર્ક બનશે. રોડ, પાણી, ડ્રેનેજ, ગાર્ડનની સુવિધા ઉભી કરાશે તેમજ કચરામાંથી બનતી વસ્તુઓ માટે ગાઇડન્સ સેન્ટર બનાવવામાં આવશે.


પીરાણા ડમ્પિંગ સાઇટની કાયાપલટ કરવામાં આવશે

અમદાવાદ શહેરના પીરાણા ડમ્પિંગ સાઈટ પર વેસ્ટ ટુ વન્ડર પાર્ક બનાવવામાં આવશે. પીરાણા ડમ્પિંગ સાઇટની 700 એકર જગ્યામાં પાર્ક ઊભો કરવામાં આવશે. આ કામગીરી 3 તબક્કામાં થશે. પહેલા તબક્કામાં રોડ, પાણી ડ્રેનેજ, ગાર્ડન સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે.

 700 એકર જગ્યામાં પાર્ક ઊભો કરવામાં આવશે

બીજા તબક્કામાં ડમ્પિંગ નિકાલ કચરા માથી બનતી અલગ અલગ બનતી વસ્તુઓ સહિતની વસ્તુઓના ગાઇડન્સ માટે સેન્ટર ઉભુ કરવામાં આવશે. પીરાણા ડમ્પિંગ સાઈટ પર ત્રીજા તબક્કામાં મિથેન ગેસ પ્રોડક્શન બાયો ડાયવરસિટી પાર્ક ભવિષ્યમાં આવનાર પ્લાન્ટ માટે પ્લોટિંગ અને ગાર્ડનિંગ સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે.

  • Follow us on: