ગુજરાત રાજ્યમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યના કુલ 54 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આજે સવારથી શરૂ થયેલા વરસાદી ઝાપટાં અને ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 6.34 ઇંચ જેટલો નોંધાયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.


અન્ય તાલુકાઓમાં પણ સારો વરસાદ નોંધાયો

  • વાપીમાં 3.8 ઇંચ
  • માંડવીમાં 1.8 ઇંચ
  • ખેરગામમાં 1.7 ઇંચ
  • ધરમપુરમાં 1.6 ઇંચ
  • ડાંગમાં 1.2 ઇંચ
  • વલસાડમાં 1.1 ઇંચ
  • પારડી અને સુબીરમાં 1.1 ઇંચ
  • વાંસદામાં 1 ઇંચ
  • વઘઇમાં પોણો ઇંચ

ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી

આ વરસાદથી ઘણા વિસ્તારોમાં લાંબા સમયથી પ્રવર્તી રહેલી ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે. ખેતી માટે પણ આ વરસાદ અત્યંત ફાયદાકારક સાબિત થશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.



  • Follow us on: