અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. ક્રેશ થયેલા આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા. આ ઘટનામાં ફ્લાઈટમાં સવાર લોકોના મોત થયા છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ ઘટનામાં મોત થયું છે.
પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રીનું નિધનવિજય રૂપાણીનું
ગુજરાતથી લંડન જઈ રહેલી આ ફ્લાઈ બપોરના સમયે ક્રેશ થઈ છે. પ્લેનમાં સવાર 242 લોકો હતા. જેમાંના એક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા. રૂપાણી સહિતના બધા લોકોના મોતની જાણકારી આપવામાં આવી છે. આ ઘટનામાં એકનો બચાવ કરવામાં આવ્યો હોવાની પણ જાણકારી મળી છે. પૂર્વ મુખ્યમંત્રીની વાત કરીએ તો તેઓ 2016 થી લઈને 2021 સુધીના બે કાર્યકાળ સુધી મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
રાજકોટથી ભણતર અને આગામી કારકિર્દીની શરૂઆત કરી
વિજય રૂપાણીનો જન્મ બર્માના રંગૂનમાં રૂપાણીનો જન્મ થયો હતો. 2 ઓગસ્ટ 1956માં વિજય રૂપાણીનો જન્મ થયો. 1960 દરમિયાન પરિવાર રાજકોટ પરત ફર્યો હતો. રાજકોટથી વિજય રૂપાણીએ ભણતર અને આગામી કારકિર્દીની શરૂઆત કરી હતી. વિજય રૂપાણીએ 1971થી એબીવીપી, આરએસએસ અને જનસંઘ સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. 1976ની કટોકટી સમયે મેન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિક્યોરિટી એક્ટ અંતર્ગત તેઓ ભાવનગર અને ભૂજની જેલમાં પણ ગયા હતા.
વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી રહ્યા
મુખ્યમંત્રી રૂપાણીએ કોલેજના દિવસોમાં તેમની યુવાશક્તિનો ઉપયોગ કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સંગઠનના પડકારો દૂર કર્યા હતા. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં નોંધપાત્ર બહુમતી સાથે તેઓ વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી (GS) તરીકે ચૂંટાઇ આવ્યાં હતા. તેઓ આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ પણ બન્યા હતા. વિદ્યાર્થીકાળ દરમિયાન આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓની ફી દૂર કરવા માટેના વિરોધ પ્રદર્શનોમાં તેમણે આગેવાની કરી હતી.
ભાજપમાં રાજ્ય કક્ષાના સંગઠનોમાં સ્થાન મળ્યું
પૂર્વ CM વિજય રૂપાણીને ભાજપમાં રાજ્ય કક્ષાના સંગઠનોમાં સ્થાન મળવા લાગ્યું હતું. કેશુભાઈ પટેલની સરકાર બની પછી 1998માં રૂપાણી પ્રદેશ મહામંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. બાદમાં પર્યટન નિગમ અને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં ચેરમેન તરીકે તેમણે કાર્યભાર સંભાળ્યો હતો. તેની પૂર્વ સીએમ વિજય રૂપાણી 2006થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. આનંદી બેન પટેલે ઓગસ્ટ 2016માં રાજીનામું આપ્ય હતું. પછી ગુજરાતના મુખ્યમંત્રી કોણ હશે એ કોયડો ગુંચવાયો હતો. પરંતુ આ સમયે તમામ ચર્ચાઓના વેગ વચ્ચે ભાજપ દ્વારા વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે પસંદ કરી દેવાયા હતા.
11 સપ્ટેમ્બર 2021ના વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું
વિજય રૂપાણી પોતાની બેઠક જીત્યા અને સાતે મુખ્યમંત્રી પણ બન્યા. 11 સપ્ટેમ્બર 2021 સુધી તેઓ મુખ્યમંત્રી રહ્યા છે. એમના પછી ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આજે વિજય રૂપાણીના નિધનથી ગુજરાત અને દેશ ભરમાં શોકનો માહોલ છવાયો છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે બધાને લાગ્યું કે ચૂંટણી સુધી જ તેમને આ જવાબદારી સોંપાઈ હશે. પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી પોતાનો ગઢ બચાવ્યો હતો. તેમ છતા ભાજપ દ્વારા વિજય રૂપાણીને જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયા હતા. 11 સપ્ટેમ્બર 2021ના દિવસે વિજય રૂપાણીએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. આ દરમિયાન ઘણી અટકળો લગાવાઈ હતી, ઘણા વિવાદો પણ સામે આવ્યા હતા.













