અમદાવાદમાં ગત વર્ષની રથયાત્રામાં ડીજેના ભારે અવાજથી ગજરાજ બેકાબૂ બન્યા હતાં. ખાડિયા ચાર રસ્તા પાસે આ ઘટના બની હતી. પોલીસ અને મહાવતોએ ગજરાજોને કાબુમાં કર્યા હતાં. આ ઘટનાને લઈને ચાલુ વર્ષની આગામી રથયાત્રામાં નવી ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે. હવે રથયાત્રામાં ગજરાજો પર ટેકનોલોજીથી નજર રાખવામાં આવશે. જેના કારણે ભક્તોની ભીડમાં કોઈપણ પ્રકારની અરાજકતા ફેલાય નહીં અને શાંતિપૂર્ણ રીતે ભગવાનના રથ નિજ મંદિર સુધી પહોંચી શકે.  


અંબાડી પર આધુનિક સાધનો લગાવવામાં આવશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથની આ વખતે 149મી રથયાત્રા નીકળશે. પોલીસ તંત્ર દ્વારા રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટો નિર્ણય લીધો છે. ભગવાનની નગરચર્યા દરમિયાન ઘણીવાર અચાનક અવાજ કે ભીડના કારણે ગજરાજ બેકાબૂ બનવાની ઘટનાઓ સામે આવે છે. જેની સામે આ વર્ષે આવી ઘટનાઓ પર તાત્કાલિક કાબુ મેળવવા અને ગજરાજોની મુવમેન્ટ પર પળેપળની મુવમેન્ટ રાખવા માટે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. 18 ગજરાજો પર હાઈટેક ટ્રેકિંગ સિસ્ટમ લગાવાશે. અંબાડી પર આધુનિક સાધનો લગાવવામાં આવશે.

GPS અને કેમેરા ફીડ સીધી કંટ્રોલ રૂમમા મળશે

ગજરાજ કયા રૂટ પર છે તેનું લાઈવ લોકેશન ટ્રેક થશે. તેમની આસપાસની ગતિવિધિઓ અને ભીડ પર 360 ડિગ્રી કેમેરાથી નજર રાખી શકાશે. આ ઉપરાંત રથયાત્રા દરમિયાન લાઉડ સ્પીકર કે ફટાકડાના અવાજ માપવા માટે એક મશીન લગાવાશે. જે તાત્કાલિક એલર્ટ આપશે. જેથી ગજરાજ ચમકે તે પહેલા જ તેમને નિયંત્રિત કરી શકાશે. આ સમગ્ર ટેકનોલોજીનું કંટ્રોલ રૂમ પરથી મોનિટરિંગ કરવામાં આવશે. જેની લાઈવ ફીડ પણ અમદાવાદ પોલીસના કંટ્રોલ રૂમને મળશે. જો કોઈ ગજરાજની મૂવમેન્ટ પર શંકા જશે તો તાત્કાલિક ત્યાં તૈનાત સુરક્ષા કર્મીઓને જાણ કરાશે. 

આ પણ વાચોઃ Ahmedabad News: ગરમીને કારણે ખેડૂતોના પાક સુકાવાની ભીતિ, પાણી અને વીજળી માટે મુખ્યમંત્રીને રજૂઆત


  • Follow us on: