અમદાવાદમાં 149મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. થોડા સમય પહેલા જ ભગવાનના રથનું પૂજન કરાયું હતું અને ભગવાનની ચંદનયાત્રા પણ યોજાઈ હતી. ત્યાર બાદ ભગવાનના મામેરા માટે યજમાન પણ નક્કી થઈ ગયાં છે. હવે રથયાત્રા માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. રથયાત્રામાં રૂટના વિકાસ કાર્યનું 95 ટકા કામ પૂર્ણ થયું હોવાની વિગતો સામે આવી છે. રથયાત્રા પહેલા જ ભગવાન જગન્નાથના દર્શન માટે મંદિરમાં ભક્તોની ભીડ જામી છે.  


રૂટના વિકાસ કાર્યોનું 95 ટકા કામ પૂર્ણ

અમદાવાદમાં 149મી રથયાત્રા માટે તંત્ર દ્વારા 95 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રૂટના વિકાસ કાર્યોનું 95 ટકા કામ પૂર્ણ થયું છે. મંદિરની આસપાસ વિશાળ પ્લાઝા અને લાઈટિંગ લગાવવામાં આવશે. 19.59 કરોડના ખર્ચે રૂટના માર્ગનું નવિનીકરણ કરવામાં આવશે. જમાલપુરથી ખમાસા સુધીના રૂટને નવો ઓપ આપવામાં આવશે. લાખો શ્રદ્ધાળુઓ માટે સુવિધાસભર માર્ગ તૈયાર કરવામાં આવશે. ભગવાનના દર્શન માટે જગન્નાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.  

રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે

તાજેતરમાં જ રથયાત્રાના માર્ગ પર આવેલા જર્જરિત અને જોખમી મકાનો અંગે AMCએ વિશેષ સર્વે હાથ ધર્યો હતો.સર્વે દરમિયાન શહેરમાં કુલ 274 મકાનો જોખમી હાલતમાં હોવાનું સામે આવતા મકાનમાલિકોને નોટિસ ફટકારવામાં આવી છે.AMC દ્વારા મકાનના જોખમી ભાગોને તાત્કાલિક ઉતારવા તેમજ જરૂરી રિપેરિંગ કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.AMCએ નાગરિકોને પણ અપીલ કરી છે કે જો તેમના મકાનો જોખમી હાલતમાં હોય તો સમયસર રિપેરિંગ કરાવી દે અને જાહેર સલામતીમાં સહકાર આપે. હાલમાં શહેરમાં રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.


આ પણ વાંચોઃ Ahmedabad: એસ.જી. હાઈવેથી નિકોલ સુધીના ફૂડ સ્ટોલ્સ પર નકલી ડેરી પ્રોડક્ટ્સનો આડેધડ વપરાશ, ‘સંદેશ’ ઇન્વેસ્ટિગેશનમાં મોટો ધડાકો


  • Follow us on: