ગુજરાતમાં દાહોદમાં થયેલા મનરેગા કૌભાંડમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો અને સંડોવાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મનરેગા કૌભાંડ બાદ હવે મનરેગા યોજનામાં કરચોરીનો મામલો સામે આવ્યો છે. SGST વિભાગે મનરેગા યોજનામાં કરોડોની કરચોરી પકડી છે. દાહોદ અને વેરાવળના 4 કરદાતાઓ સામે તપાસ હાથ ધરાઈ છે. કરપાત્ર સેવાઓને ખોટી રીતે કરમુક્ત તરીકે દર્શાવી હતી અને બેંક ખાતામાં મળેલી રકમ કરતાં ટર્ન ઓવર ઓછુ બતાવતા હતાં.
SGST વિભાગે મનરેગા યોજનામાં થતી કરચોરીને પકડી પાડી













