રાજ્યના DGP વિકાસ સહાય દ્વારા મહિનામાં એકવાર ડાંગ જિલ્લાની સમીક્ષા બેઠક લેવામાં આવતી હોય છે. જાન્યુઆરી થી જૂન સુધીના 6 માસના કામકાજની સમીક્ષા કરી DGP એ યોગ્ય સૂચન કર્યું હતું. આ ક્રાઇમ કોન્ફરસન સાપુતારા ખાતે યોજવામાં આવી હતી. કોન્ફરન્સ બાદ તમામ અધિકારીઓએ વૃક્ષા રોપણ કર્યું હતું.


DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં બેઠક 

ગુજરાત રાજ્ય પોલીસની માસિક સમીક્ષા બેઠક DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે મળી હતી. આ ક્રાઇમ કોન્ફરનસમાં રાજ્યના 9 રેંજ આઇજી, 4 પોલીસ કમિશનર તેમજ રેલવે વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સમાં વિવિધ વિભાગોના જૂન માસ તેમજ જાન્યુઆરી થી જૂન સુધીના 6 માસના કામકાજની સમીક્ષા કરી DGP એ યોગ્ય સૂચન કર્યું હતું.

ડાંગ જિલ્લાની સમીક્ષા બેઠક 

રાજ્ય પોલીસના વિવિધ વિભાગની કામગીરીના સરવૈયાની ચર્ચા સાથે કેન્દ્ર સરકારની બે મહત્વની યોજના જે માર્ગ અકસ્માતને લગતી હોય તેની ચર્ચા કરવામાં આવી હતી, વિવિધ કાર્યક્રમ અંતર્ગત સારી કામગીરી કરનાર જવાનોને પ્રસસ્તી પત્ર આપવામાં આવ્યા હતા. કોન્ફરન્સ બાદ એક પેડ મા કે નામ અંતર્ગત સાપુતારા ખાતે તમામ અધિકારીઓએ વૃક્ષા રોપણ કર્યું હતું. 

  • Follow us on: