આમોદના નાહીયેર ગામ પાસે એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત એકનું મોત થયું છે. એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું છે. જંબુસરથી સુરત જઈ રહેલી એસટી બસને આમોદના નાહિયર ગામ પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં મનોજ ઈશ્વરભાઈ સોલંકી નામના બાઈક સવારનું મોત થયું છે.


નાહીયેર ગામ પાસે એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત

આ અકસ્માતની ઘટનાની જાણ થતા ધારાસભ્ય દેવકિશોર સ્વામી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત થતા ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા.મૃતકને 108 મારફતે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આમોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત 

આમોદના નાહીયેર ગામ પાસે થયેલા અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું છે. એસટી બસ જંબુસરથી સુરત જઈ રહી હતી. નાહીયેર ગામ પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતા ધારાસભ્ય ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ધારાસભ્યએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકને 108 મારફતે આમોદ રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.


  • Follow us on: