અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે સુવિધા પથ યોજનામાંથી પૂલનું કામ રોડ અને રસ્તાને વિરુદ્ધ ત્રાંસુ કરવામાં આવતા ગ્રામજનો અને વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. ખાંભા તાલુકાના ડેડાણ ગામે કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા વિકાસ પથ યોજનામાંથી ડેડાણ ગામમાં જવા માટેના રસ્તા પર રોડની વિરુદ્ધ અને ત્રાંસો પુલ બનાવવામાં આવ્યો છે, ત્યારે ગામજનો અને વેપારીઓ દ્વારા પુલનું કામ રસ્તાની લાઈનમા સીધું થાય તે માટે રજૂઆત કરી હતી.


વેપારીઓના ધંધા રોજગાર પર પણ અસર પડી

ખાંભા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પણ લેખિતમાં આવેદન પત્ર આપવા છતાં અધિકારીઓ દ્વારા રોડ રસ્તાની વિરુદ્ધ ત્રાંસો પુલ બનાવવામાં આવ્યો છે, ત્યારે ડેડાણ ગામોમાં છેલ્લા ત્રણ મહિનાથી એસટી બસ પણ અવરજવર કરી શકતી નથી અને વેપારીઓના ધંધા રોજગાર પર પણ અસર પડી છે. ડેડાણ ગામે પુલનું કામ ત્રણ મહિનાથી ચાલુ હોય અને પુલનું કામ રોડ અને રસ્તાથી વિરુદ્ધ ત્રાસુ થયું હોય જેનાથી વાહન વ્યવહાર અને બધી રીતે લોકો અને વેપારીઓને મુશ્કેલી ઊભી થઈ છે પણ તંત્ર દ્વારા આ કામને સરખું સુધારીને કરવામાં આવે તો કોઈ મુશ્કેલી આવતા સમયમાં થશે નહીં અને બાકી ડેડાણ ગામ અને વેપારીઓ ધંધા રોજગાર પર પણ ભારે અસર થઈ રહી છે.

અધિકારીઓ પણ કોઈ વિઝિટ કરવા આવ્યા નથી

ગામમાં એસટી બસ પણ આવી શકતી નથી, ત્યારે આ બાબતે અનેકવાર રજૂઆત કરી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને અધિકારીઓ પણ કોઈ વિઝિટ કરવા આવ્યા નથી અને પુલનું કામ ચાલુ રહેશે તો અમારા ધંધા અને રોજગાર સાવ ભાંગી જશે, ત્યારે તંત્ર દ્વારા પુલનું કામ યોગ્ય કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં ડેડાણ ગામ બંધ રાખવાની ચીમકી પણ વેપારી અગ્રણી સલીમભાઈ શેખે આપી હતી.

વાહન વ્યવહાર ખોરંભે ચડશે

ડેડાણ ગામે જવાના રસ્તા પર રોડની વિરુદ્ધ પુલ બનાવી નાખવા બાબતેના પ્રશ્ને ગત શનિવારે અમે વિઝીટ કરેલી હતી, જેમાં ગામ લોકોનો જે ઈસ્યુ છે સ્ટ્રક્ચર અને વોટર વિની જગ્યાએ મતલબ અલગ જગ્યાએ ક્રોસમા પુલ બનાવેલ છે તો સ્થળ સ્થિતિ ચકાસ્યા બાદ સ્ટ્રકચર બનેલું છે, બીજું ગામ લોકોની રજૂઆત હતી કે વાહન વ્યવહાર ખોરંભશે આ સ્ટ્રકચર બન્યા પછી ત્યાં સુવિધા પથની કામગીરી થવાની છે, જે હયાત ત્રણ 75 મીટરની જગ્યાએ પાંચ 50 મીટરનો રોડ બનશે. ઈન્ટેનબ્રિગેડ જેનાથી વાહન વ્યવહાર શું વ્યવસ્થિત બનશે અને સ્થળ સ્થિતિ પ્રમાણે પુલ સિપ્ટિંગ કરવું જોઈએ.

આ પણ વાંચો: Gandhinagar News: ગુજરાતના બજેટની તૈયારીઓ શરૂ કરાઈ, વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતીની પુનઃ રચના કરાઈ


  • Follow us on: