અમરેલી જિલ્લામાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ઠેબી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાં પાણીની આવક વધતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલીને 556 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઉપરવાસમાં વરસાદને પગલે એક દરવાજો ખેલાયો













