અમેરલીનો એક વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ગુજરાતમાં દારૂબંધી, ગાંજો અને ડ્રગ્સનું બેફામપણે વેચાણ થાય છે. લોકો ડ્રગ્સ અને ગાંજો લેતા હોવાના અનેક કિસ્સા સામે આવેલા છે. આજે ફરી અમરેલી જિલ્લાના આ વીડિયો સામે આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો એક યુવકનો છે જે ખુલ્લેઆમ સ્વીકાર કરે છે કે તેણે 32 લોકોને ગાંજો પીવડાવ્યો છે.
ગાંજાનું વેચાણ કરતા યુવકનો વીડિયો વાયરલ













