અમરેલીના જાફરાબાદમાં સિંહોના આંટાફેરા વધી રહ્યાં છે. ગામમાં મોડી રાત્રે શિકારની શોધમાં ઘૂસી જતાં સિંહોથી લોકોમાં ભય ફેલાયો છે. સરોવડા ગામમાં ગત મોડી રાત્રે બે ડાલા મથ્થા શિકારની શોધમાં ઘૂસ્યા હતાં. તેમને જોઈને પશુઓમાં દોડાદોડી થઈ હતી. સિંહ અને પશુઓ વચ્ચે થયેલી દોડાદોડી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.


સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ

અમરેલીના જાફરાબાદમાં સરોવડા ગામમાં ગાયો અને સિંહો વચ્ચે દોડાદોડી થઈ હતી. મોડી રાત્રે શિકાર કરવા ઘૂસેલા બે સિંહોને જોઈને ગાયો જીવ બચાવવા માટે દોડી હતી. સિંહને જોઈને ગાય દોડતા સિંહ તેની પાછળ દોડ્યો હતો. બીજો સિંહ પણ અન્ય ગાયની પાછળ દોડ્યો હતો. પશુઓ સિંહની સામે જીવ બચાવવામાં સફળ રહ્યા હતાં. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સિંહોને કારણે લોકો અને પશુઓમાં ફફડાટ ફેલાયો

જાફરાબાદના નાનકડા ગામમાં શિકાર કરવા ઘૂસી જતાં સિંહોને કારણે લોકો અને પશુઓમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાતમાં થયેલી 2025ની સિંહની વસતી ગણતરીમાં સૌથી વધુ સિંહ અમરેલી જિલ્લામાં હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં છાશવારે ગામમાં ઘૂસીને પશુનું મારણ કરતાં સિંહની ઘટના સામે આવતી હોય છે. લોકો દ્વારા સિંહોને જંગલમાં છોડવા વન વિભાગને અનેક વખત રજૂઆત કરવામાં આવે છે.


આ પણ વાંચોઃ Rajkot માં નીલા સ્પામાં પોલીસના દરોડા, 3 યુવતીઓને મુક્ત કરાવાઈ, સ્પા માલિક પૂર્વ LRD જવાન સહિત 5 લોકોની ધરપકડ


  • Follow us on: