મંદીના કારણે રાજ્યસરકાર દ્વારા રત્નકલાકારોના બાળકોને ભણતર માટે સહાય આપવામાં આવી હતી. અમરેલીના બાબરા પાસેના કરિયાણા ગામની ખાનગી શાળાના સંચાલકો આશરે 25 લાખ ઓળવી ગયાના આક્ષેપ કરાયો છે.
ફી ની કોઈ પાકી પહોંચ આપવામાં આવતી નથી
રત્ન કલાકારોએ આરોપ લગાવ્યો હતો કે 450 કરતા પણ વધુ વિદ્યાર્થીઓને આ શાળામાં સહાય અપાઇ હતી. સરકારે આપેલી સહાય ફી કરતા વધુ હોવાનું રત્નકલાકારોએ જણાવ્યું અને ફી ની કોઈ પાકી પહોંચ આપવામાં આવતી નથી,માત્ર કાચા કાગળ ઉપર રકમ જમા કરી કાપલી આપતા હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.













