અમરેલીમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો નાખવામાં આવ્યો છે. ડાયાલિસિસ માટે વપરાતો મેડિકલ વેસ્ટનો જથ્થો જાહેરમાં નાખતા આરોગ્ય વિભાગ પર સવાલો ઉઠ્યા છે. અમરેલી-ફતેપુર રોડ પર મેડિકલ વેસ્ટનો જથ્થો નાખતા આરોગ્ય વિભાગ સવાલોના ઘેરામાં છે. જાહેરમાં મેડિકલ વેસ્ટ નાખતા આરોગ્ય વિભાગ પર સવાલ ઉઠી રહ્યા છે.


વેલનાથ સોસાયટીના લોકોના આરોગ્ય પર ખતરો

અમરેલીમાં જાહેર જગ્યામાં કચરાની સાથે બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો છે. ડાયાલિસિસ માટે વપરાતી હેમો ડાયાલાઇઝર તેમજ અન્ય બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મોટા પ્રમાણમાં નાખવામાં આવ્યો છે. અમરેલીથી ફતેપુર રોડની વચ્ચે આવેલ કચરાના ઢગલામાં બાયોમેડિકલ વેસ્ટ નાખતા આરોગ્ય વિભાગ પર અનેક સવાલો ઉઠ્યા. રોડના કાંઠે જ વેલનાથ સોસાયટી આવેલ હોય ત્યાં રહેતા લોકોના આરોગ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે.

બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવા માંગ

કચરાની સાથે જો બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો સળગે તો વાયરસથી રોગચાળો ફેલાય તો નવાઈ નહીં. રાહદારીએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગ તેમજ પાલિકા જાગે અને આ બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો ક્યાંથી આવ્યો, કોણે નાખ્યો એ પણ હવે તપાસનો વિષય છે. 

  • Follow us on: