સાવરકુંડલા તાલુકા ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ રદ્દ કરવાનો મામલો સામે આવ્યો છે. વિક્રેતા દ્વારા નિયમ ભંગ કર્યો હોવાની ખેડૂતની રજૂઆત બાદ તંત્રએ કામગીરી હાથ ધરી છે. સંઘના વિક્રેતા સામે ખેડૂત દ્વારા નિયમ ભંગ કરવાની ફરિયાદ હતી જેને લઈ ને નાયબ ખેતી નિયામકને ફરિયાદ કરાઈ હતી. ખાતર વિક્રેતા યુરિયા સાથે અન્ય ખાતર આપતા હોવાની ફરિયાદ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી.


સંઘનો ખાતર સ્ટોક 30 દિવસમાં નિકાલ કરવાનો આદેશ

અમરેલી - સાવરકુંડલા તાલુકા ખરીદ વેચાણ સંઘમાં થોડા દિવસ પહેલા યુરિયા ખાતર સાથે અન્ય ખાતર આપવાનો મામલો સામે આવ્યો છે. યુરિયા ખાતર સાથે અન્ય ખાતર આપવામાં આવતું હોવાનો આક્ષેપ ખેડૂત ભરત ચોવડિયાએ 30 જૂને ખેતીવાડી નાયબ નિયામક અમરેલીને રજૂઆત કરી હતી. જેથી ખેતીવાડી નાયબ નિયામકે 15 દિવસ માટે તાલુકા ખરીદ વેચાણ સંઘનું લાઇસન્સ મોકૂફ કર્યું હતું. તેમ છતાં વિક્રેતા દ્વારા વેચાણ ચાલુ રાખવામાં આવતા ફરીથી ફરિયાદ થઈ હતી. પરિણામે નાયબ ખેતી નિયામકએ લાયસન્સ પૂર્ણપણે રદ કરી દેવાયું છે અને સંઘના ખાતર સ્ટોકનો જથ્થો 30 દિવસમાં નિકાલ કરવા આદેશ આપ્યો છે.

યુરિયા વડે અન્ય ખાતર વેંચતા વિક્રેતાનો પર્દાફાશ

મોકૂફ રાખવાનું હોવા છતાં વિક્રેતા દ્વારા વેચાણ ચાલુ રાખવાના કારણે ફરિયાદના આધારે નાયબ ખેતી નિયામક વિસ્તરણ દ્રારા ખરીદ વેચાણ સંઘનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. સંઘમાં રહેલ ખાતર સ્ટોકનો જથ્થો 30 દિવસમાં નિકાલ કરવાના આદેશ કર્યો છે. સાવરકુંડલા તાલુકા ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ નાયબ ખેતી નિયામક દ્વારા રદ્દ કરવામાં આવ્યું છે. 

  • Follow us on: